ડો. હેતલ લીંબાણી : પરિચય

    ડો.હેતલ લીંબાણી પેઈન એન્ડ સ્પાઈન (મણકા અને દુખાવા) ના નિષ્ણાંત છે. તેમણે MBBS MDDA FIPM (જર્મની) ની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરેલ છે.
    BPSC hero image

    આધુનિક ઈન્ટરવેન્શન પદ્ધતિ:

    પેઈન મેનેજમેન્ટ માં ઓપરેશન વગર આધુનિક ઈન્ટરવેન્શન પધ્ધતિ થી સારવાર કરવામાં આવે છે. જેમાં રેડિયોલોજિકલ કે સોનોગ્રાફી ની મદદ થી જે દુખાવાનું ઉત્પત્તિ સ્થાન છે ત્યાંજ ચોક્કસ જગ્યા પર સારવાર કરવામાં આવે છે.

     

    જેમાં નર્વ બ્લોક, નર્વ એબલેશન, જોઇન્ટ (સાંધા) ની સારવાર (PRP / બોનમેરો / સ્ટેમસેલ) ઈન્જેકશન વડે અને રેડિયો ફ્રિક્વન્સી એબલેશન જેવી આધુનિક સારવાર નો સમાવેશ થાય છે.

     

    આ તમામ સારવાર લાઈવ એક્સરે ઈમેજિંગ અથવા સોનોગ્રાફી નો ઉપયોગ કરીને કરવામાં આવે છે.

     

    ઈન્ટરવેન્શન પદ્ધતિ ના ફાયદાઓ :

    • આ એક મેડિકલ માન્ય સારવાર છે.
    • લગભગ પીડારહિત સારવાર
    • સામાન્ય રીતે લોકલ એનેસ્થેસિયા દ્વારા સારવાર કરવામાં આવે છે.
    • દર્દી ની રોજિંદા જીવનશૈલીમાં કોઈ મુશ્કેલી ન આવે.
    • લાંબા સમય સુધી દવા લેવામાંથી મુક્તિ
    • ઝડપી રાહત અને પુન:સ્વસ્થતા
    • ઓપરેશન ના જોખમો ટાળી શકાય છે.
    • હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી.

    નિષ્ણાત ડૉક્ટર અને આધુનિક સાધનો દ્વારા થતી દુખાવા ની સારવાર

    અમારી સારવારની વિશેષતાઓ

    શા માટે અમને પસંદ કરો?

    નિષ્ણાત ડૉક્ટર દ્વારા દુખાવા ની સારવાર

    અમારા નિષ્ણાંત ડૉક્ટર સર્વ પ્રથમ દર્દી નું નિદાન કરે છે અને નિદાન ના આધારે ઈન્ટરવેન્શન પદ્ધતિ થી યોગ્ય સારવાર કરે છે.

    ઉચ્ચ ગુણવત્તાયુક્ત આધુનિક સાધનો દ્વારા દુખાવા ની સારવાર

    અમે દર્દી ના રોગ નું નિદાન કરવા અને એના આધારે સારવાર કરવા માટે સારી ગુણવત્તા વાળા આધુનિક સાધનો નો ઉપયોગ કરીએ છીએ.

    24 કલાક : ફોન દ્વારા એપોઇન્ટમેન્ટ

    દર્દી 24 કલાક દરમિયાન ગમે ત્યારે કૉલ કરીને સરળતાથી એપોઇન્ટમેન્ટ મેળવી શકે છે.

    પેઈન મેનેજમેન્ટ

    પેઈન મેનેજમેન્ટ એ એક એવી ઉપચાર પદ્ધતિ છે જે દર્દી ને દુખાવા માંથી ઝડપી રાહત આપે છે એ પણ ઓપરેશન વિના. અમારા નિષ્ણાંત ડૉક્ટર દર્દી ના દુખાવાનું સટીક નિદાન કરે છે. ત્યારબાદ નિદાન ના આધારે આધુનિક ઈન્ટરવેન્શન ઉપચાર પદ્ધતિ થી દર્દી ની સારવાર કરવામાં આવે છે. અને સારવાર કર્યા પછી દર્દી દુખાવા માં 90% જેટલી રાહત અનુભવે છે.
    અમારી સારવાર પધ્ધતિ અને અમારા દર્દીઓ ના પ્રતિભાવો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો.