Frequently Asked Questions

શું તમને પણ સારવાર ને લગતા પ્રશ્નો છે? અમે પૂરો પ્રયત્ન કરીશું આપના પ્રશ્નો ના સમાનધાન આપવાનો.

અમારા વિશે સંક્ષિપ્ત જાણકારી

ડો.હેતલ લીંબાણી પેઈન એન્ડ સ્પાઈન (મણકા અને દુખાવા) ના નિષ્ણાંત છે. તેમણે MBBS MDDA FIPM (જર્મની) ની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરેલ છે.
પ્રશ્નો અને માર્ગદર્શન:

FAQ's

સારવાર ને લગતા તમારા પ્રશ્નો નું માર્ગદર્શન અને સમાધાન અમારા નિષ્ણાંત ડોક્ટર દ્વારા.
ઈન્ટરવેન્શન પધ્ધતિ થી થતી સારવાર કેટલી સફળ છે?

દર્દીની કોઈપણ સારવાર દર્દી અને તેમના રિપોર્ટને એકસાથે જોયા પછી નક્કી કરવામાં આવે છે. અમારે ત્યાં કરવામાં આવતી તમામ ઈન્ટરવેન્શન પ્રક્રિયાઓના સફળતાની ટકાવારી 70-80% કરતા વધુ છે અને તેનાથી ઓપરેશન ટાળી શકાય છે.

ફક્ત સાંધાના દુખાવામાં જ 1 મહિના સુધી નો સમય લાગે છે, એ સિવાય કરોડરજ્જુની સારવાર અથવા અન્ય સારવાર માં મોટે ભાગે 1 બેઠક પૂરતી છે.

હા, કરોડરજ્જુને લગતી મોટાભાગની પ્રક્રિયા / સારવાર વીમા હેઠળ આવરી લેવામાં આવે છે.

સામાન્યરીતે સાંધાના દુખાવા સંબંધિત સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. પરંતુ કરોડરજ્જુ ના દુખાવા સંબંધિત સારવાર માટે 2 થી 6 કલાકનું નિરીક્ષણ જરૂરી છે.
નહિવત. આ આધુનિક સારવાર ની કોઈ આડઅસર નથી કારણ કે સારવાર ની તમામ પ્રક્રિયાઓ ફક્ત લોકલ એનેસ્થેસિયા આપ્યા પછી જ કરવામાં આવે છે.
મોટા ભાગના દર્દીઓને દુખાવા માં કાયમી રાહત મળે છે પરંતુ જો ફરીથી દુખાવો થાય તો અમે સારવારનું પુનરાવર્તન કરી શકીએ છીએ.
અમે ગોઠણ કે પછી અન્ય સાંધામાં સ્ટીરોઈડનું ઇન્જેક્શન આપતા નથી. પરંતુ કરોડરજ્જુની પ્રક્રિયામાં કેટલીકવાર અમે દર્દીને જાણ કર્યા પછી જ બરાબર દુખાવાની જગ્યાએ (શરીર ના અન્ય અંગો પર કોઈ જાતની આડઅસર વિના) સ્ટીરોઇડ્સનો ઉપયોગ કરીએ છીએ.
ત્વચાને એનેસ્થેટાઈઝ કરતી વખતે માત્ર સોયનો થોડો દુખાવો થાય છે જે થોડા કલાકોમાં જ જતો રહે છે.