About Us
ડો.હેતલ લીંબાણી (Pain and Spine Physician)
MBBS MDDA FIPM (Germany), Fellow in Pain Management
પરિચય : ડો. હેતલ લીંબાણી
ડો. હેતલ લીંબાણીએ 2011 માં SMIMER – સુરત માંથી MBBS પૂર્ણ કરેલ છે. તેમણે ભાવનગરની પશ્ચિમ રેલવે હોસ્પિટલમાં 4 વર્ષ સુધી મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી છે. તેમણે 2017 માં ડી વાય પાટીલ મેડિકલ કોલેજ, મુંબઈ માંથી MD (એનેસ્થેસિયા) પૂર્ણ કરેલ છે. તેઓ 2019 થી એનેસ્થેટીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં તમને સિંગલ લેડી કાર્ડિયાક-એનેસ્થેટીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે AESCULAP ACADEMY – જર્મની માંથી ફેલોશીપ ઈન પેઈન મેનેજમેન્ટ (FIPM) પૂર્ણ કરેલ છે.
તેઓએ પેઈન મેડિસિન ના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રગતિ કરી છે જેથી ભારત ના પેઈન મેડિસિન ના મુખ્ય પાયોનિયર એવા ડો. શ્રી દુરેજા સર દ્વારા તેમને “રાઈઝીંગ સ્ટાર ઈન પેઈન મેડિસિન” ના માનદ એવોર્ડ થી સન્માનિત કરાયા છે. ડો. હેતલ લીંબાણી ક્લિનિકલ પ્રેક્ટિસ માં તો નિષ્ણાત છે જ સાથે સાથે તેઓ વૈજ્ઞાનિક ક્ષેત્રે પણ સક્રિય છે. તેઓને પેઈન મેનેજમેન્ટના વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફેરેન્સ માં ફેકલ્ટી તરીકે પણ આમંત્રણ પ્રાપ્ત થઈ રહ્યા છે. તાજેતરમાં તેઓને દિલ્હી ખાતે યોજાનાર નેશનલ કોન્ફેરેન્સ “PAIN UPDATE 10” માં ફેકલ્ટી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
ભાવનગરમાં પેઈન મેનેજમેન્ટ સેન્ટર ની પ્રથમ વાર શરૂઆત ડો. હેતલ લીંબાણી એ કરી છે. હાલ તેઓ ભાવનગર પેઈન એન્ડ સ્પાઈન સેન્ટર નું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. તેઓની મેડિકલ ડિગ્રી તથા તેમની દર્દીઓ ની કરેલી સારવાર ની કાર્ય કુશળતા ને લક્ષ્ય માં લઈ ને તેઓ પેઈન મેનેજમેન્ટ માં શ્રેષ્ઠ સારવાર પ્રદાન કરનારા અગ્રણીઓ માં સ્થાન પામ્યા છે.
ડો. હેતલ લીંબાણી
ડિરેક્ટર : ભાવનગર પેઈન એન્ડ સ્પાઈન સેન્ટર
અમારી સારવારની વિશેષતાઓ
નિષ્ણાત ડૉક્ટર દ્વારા દુખાવા ની સારવાર
અમારા નિષ્ણાંત ડૉક્ટર સર્વ પ્રથમ દર્દી નું નિદાન કરે છે અને નિદાન ના આધારે ઈન્ટરવેન્શન પદ્ધતિ થી યોગ્ય સારવાર કરે છે.
ઉચ્ચ ગુણવત્તાયુક્ત આધુનિક સાધનો દ્વારા દુખાવા ની સારવાર
અમે દર્દી ના રોગ નું નિદાન કરવા અને સારવાર કરવા માટે સારી ગુણવત્તા વાળા આધુનિક સાધનો નો ઉપયોગ કરીએ છીએ.
24 કલાક : ફોન દ્વારા એપોઇન્ટમેન્ટ
દર્દી 24 કલાક દરમિયાન ગમે ત્યારે કૉલ કરીને સરળતાથી એપોઇન્ટમેન્ટ મેળવી શકે છે.
