Testimonials
સારવાર લીધા પછી દુખાવા માં થતી રાહત ના દર્દીઓ ના અનુભવો
અમારા વિશે સંક્ષિપ્ત જાણકારી
ડો.હેતલ લીંબાણી પેઈન એન્ડ સ્પાઈન (મણકા અને દુખાવા) ના નિષ્ણાંત છે. તેમણે MBBS MDDA FIPM (જર્મની) ની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરેલ છે.
સારવાર પછી ના દર્દી ના અનુભવો એમના જ શબ્દો માં
ગરદન નો દુખાવો
પરેશભાઈ ત્રિવેદી
છેલ્લા પાંચ સાત વર્ષ થી મને સર્વાઈકલ નો પ્રોબ્લેમ હતો અને સાથે સાથે બંને ખભા પણ દુખતા. હું લગભગ ૩૦ વર્ષ થી મેડિકલ ક્ષેત્રે સંકળાયેલો છુ. દુખાવા બાબતે હું ઘણા મારા પરિચિત ડોક્ટરો ને મળ્યો. લગભગ બધા ની એક સલાહ હતી કે તમે કસરત કરો. એનાથી ૨ ૩ મહિના રાહત રહે પણ ફરીથી દુખાવો રહેતો. પછી મેં ડો. હેતલબેન લીંબાણી ની મુલાકાત લીધી. એમણે આપેલી સારવાર પછી આજે ૩ મહિના થયા અને મારા દુખાવા માં ૯૦% જેટલો ફરક પડી ગયો છે.
પીઠ નો દુખાવો
નરેશભાઈ ઠુમ્મર
પીઠ ના દુખાવાના લીધે ૧૦ મિનિટ પણ ઉભુ ન રહી શકાતું અને ચાલી પણ નહોતુ શકાતું. મુંબઈ, અમદાવાદ, સુરત માં ૧૦ થી ૧૨ ડોક્ટરો ને બતાવ્યું પણ બધા એ કહ્યું તાત્કાલિક રાહત માટે તો ઓપેરશન જ કરવું પડશે. એ પછી મને BPSC સેન્ટર અને ડો. હેતલબેન લીંબાણી ની સારવાર વિશે જાણવા મળ્યું. આ સારવાર માં માત્ર ૧૫ દિવસ દવા લીધી અને મને પીઠ ના દુદખાવા માં ૮૦% જેટલી રાહત થઇ ગયી એ પણ ઓપેરશન વગર.
સાયટીકા
શિલ્પાબેન કવા
મને કમર થી પગ સુધી દુખાવો ખુબ થતો અને ખાલી પણ ચડી જતી. એના કારણે ચાલવામાં કે કોઈ પણ કામ કરવામાં ખુબ તકલીફ થતી. એટલે મેં ઓપેરશન કરાવ્યું પણ ઓપેરશન કરવા છતાં પણ મને દુખાવો થયા કરતો. ત્યારે મને ડો. હેતલબેન લીંબાણી ના BPSC સેન્ટર વિશે સાંભળવા મળ્યું. એમની ઇન્ટરવેન્શન પધ્ધતિ થી થતી સારવાર લીધી અને એના લીધે આજે ૩ મહિના થયા, મને દુખાવા માં ૯૦% જેટલો ફરક પડી ગયો.
Trigeminal Neuralgia
હંસાબેન બજુડ
મને ચહેરા થી મગજ સુધી જતી નસ માં ખુબ દુખાવો થતો. જાણે કે સોટ લાગ્યો હોય એવું થતું અને ત્યારબાદ ચહેરા થી લઈ કપાળ સુધી દુખાવો થતો. એના લીધે હું જમી પણ ન શકતી. ક્યારેક મોં ધોવા માં પણ તકલીફ પડતી. ડો. હેતલબેન લીંબાણી ને ત્યાં RFA જેવી આધુનિક ઉપચાર પદ્ધતિ થી શરુ માં જ દુખાવા માં ઘણો ફરક પડી ગયો અને હાલ દુખાવો એકદમ જતો રહ્યો છે. હવે ઘણી રાહત લાગે છે.
મણકા નો દુખાવો
હિતેશભાઈ ચૌહાણ
મને સ્પાઈન ની તકલીફ હતી. ગાદી ખસી જવાથી ત્રણ ચાર મહિના ખુબ હેરાન થયો. બે જણા ઉભો કરે ત્યારે ઉભો થઈ શકતો. એક ડૉક્ટર ને બતાવ્યું એમણે ઓપેરશન ની સલાહ આપી. પછી ઓળખીતા એ કહ્યું ડો. હેતલબેન પાસે જાવ એ તમને વગર ઓપેરશને સારું કરી દેશે. એમણે આપેલી MIPSI ની સારવાર થી હવે મને ઘણું જ સારું છે. હવે હું કોઈ ન ટેકા વગર ઉભો થઈ શકું છુ, જાતે ગાડી પણ ચલાવી શકું છુ.
ખભા નો દુખાવો
સત્તારભાઈ સૈયદ
હું બાબરા થી આવુ છુ. મને ખભા થી લઈ ને હાથ ની તકલિફ હતી. સ્નાયુ પણ દબાતા. જેના લીધે સહન ન થાય એવો દુખાવો થતો. એના માટે મેં રાજકોટ, અમદાવાદ, વડોદરા બધે બતાવ્યું હતું. ત્યાં દવા લીધી પણ દુખાવા માં કોઈ ફેરફાર થયો ન હતો. પછી મેં BPSC સેંટર માં બતાવ્યું. અહીં ડો. હેતલબેને સારવાર કરી એના લીધે એક મહિનો થયો અત્યારે મને દુખાવા માં ૯૦% જેટલી રાહત છે.
ગોઠણ નો દુખાવો
વર્ચુઅલ ફર્નાન્ડિસ
ઘણા સમય થી ગોઠણ માં તકલીફ હતી. જેના લીધે લંગડાતા ચાલવું પડતું હતું. બેસી પણ નહોતું શકાતું અને ચાલવા માં પણ તકલીફ હતી. અમને માલુમ પડયું કે BPSC સેન્ટર માં ડો. હેતલબેન ગોઠણ ના દુખાવા ની સારવાર કરે છે એ પણ વિના ઓપરેશને. અને એ પછી અમે ડો. હેતલબેન લીંબાણી ને બતાવ્યું એમણે ઘણી સારી રીતે સારવાર કરી. આજે દુખાવા માં ઘણો ફેર છે. ચાલી શકાય છે અને બેસી પણ શકાય છે.
સાયટીકા
અશોકભાઈ મકવાણા
મને પગ ની નસ દબાવાથી પગ માં દુખાવાની ઘણી તકલીફ હતી. હું ચાલી શકું એમ જ ન હતો. મેં ઘણા ડોકટરો ને બતાવ્યું અને દુખાવાની દવા લઈ લઈ ને કંટાળી ગયો હતો. પછી મેં BPSC સેન્ટર અને ડો. હેતલબેન નું એડ્રેસ લીધું અને અહીં આવ્યો. ડો. હેતલબેને મને પેહલા ફક્ત ૧૫ દિવસ ની દવા આપી. અને એમની સારવાર થી મને ૧૦૦% ફરક પડી ગયો. આજે હું વ્યવસ્થિત ચાલી શકું છુ.
મણકા નો દુખાવો
જાવેદ ડેરૈયા
હું નવાપરા માં રાહુ છુ. મને છેલ્લા ૧૦ વર્ષ થી મણકા ની તકલીફ હતી. ચાલવા માં તકલીફ થતી, કમર માં દુખાવો રહેતો અને આખા શરીર માં દુખાવો થતો. ઘણી જગ્યા એ સારવાર કરાવી પણ દુખાવો ચાલુ જ રહેતો. અને એ હદ સુધી કે દુખાવાના લીધે હું કંટાળી ગયો હતો. પણ ડો. હેતલબેન પાસે સારવાર કરવી. ઓપેરશન વગર. આજે મને ૮૦% રાહત છે. હવે હું ચાલી શકું છુ મારુ કામ કરી શકું છુ.
ગોઠણ નો દુખાવો
સવિતાબેન મહેતા
ઘણા સમય થી પગ માં સોજા ચડી જતા હતા. ચાલી શકાતું નહોતું. ડૉક્ટર ને બતાવ્યું તો એમણે કહ્યું કે ઘૂંટી બદલાવી પડશે કે લેઝર થી ઓપેરશન કરવું પડશે. પછી અમે ડો. હેતલબેન લીંબાણી પાસે આવ્યા. ડો. બેને તાપસ કરી અને PRP ઈન્જેકશન લેવાનું સૂચન કર્યું. એ ઈન્જેકશન લેવાથી ખુબ ઓછા ખર્ચે અને વિના ઓપેરશન આજે ૨ મહિને મને ૮૦% જેવું દુખાવા માં પરિણામ મળ્યું છે.
પગ નો દુખાવો
નયનાબેન મજીઠીયા
૪ વર્ષ થી પગ માં નસ દબાતી જેથી પગ માં ખુબ દુખાવો રહેતો. મેં ૩ ૪ જુદા જુદા ડૉક્ટર ને બતાવ્યું પણ જ્યાં સુધી દવા લવ ત્યાં સુધી સારું રહે પછી ફરી થી દુખાવો શરુ થઈ જતો. ત્યાર બાદ મારા ભાઈ ના મિત્ર એ ડો. હેતલબેન લીંબાણી નું સૂચન કર્યું. ડો. હેતલબેને નિદાન કર્યું અને માત્ર એક ઈન્જેકશન થી મને અત્યારે સારું થઈ ગયું છે. હવે હું ચાલી શકું છુ, ઘર નું કામ પણ સારી રીતે કરી શકું છુ.
સાયટીકા
જમબેન ગોહિલ
અમે મુંબઈ રહીયે છીએ. પેહલા મને પગ માં ખાલી ચડી જતી અને પગ માં સતત દુખાવો રહેતો. ચાલી પણ શકતું નહિ અને બેસી પણ શકાતું નહિ. મેં મુંબઈ માં ડો. હેતલબેન લીંબાણી વિશે જાણ્યું અને અહીં એમને બતાવ્યું. ડો. હેતલબેન ખુબ જ સારી સારવાર કરે છે. ઓપેરશન નહિ પણ માત્ર ઈન્જેકશન થી જ દુખાવો મટી ગયો છે. અને હવે હું સરખી રીતે ચાલી શકું છુ. બેસી શકું છુ. ઘર નું બધું કામ આસાની થી કરી શકું છુ.
