માસ પેશીઓને ઓછામાં ઓછું નુકશાન તેમજ નહિવત દુઃખાવા જેવા ફાયદા
અમેરિકન પધ્ધતિએ ભાવનગરમાં સૌ પ્રથમ કરાઈ મણકા ની સર્જરી
પેઈન - સ્પાઈન સેન્ટર ખાતે અદ્યતન સિસ્ટમ પધ્ધતિએ એન્ડોસ્કોપિક સર્જરી
ભાવનગર ખાતે સૌ પ્રથમવાર અમેરીકા માં થતી એન્ડોસ્કોપિક (દૂરબીન વડે) મણકા ની OLLIF સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી.
ભાવનગર પેઈન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે OLLIF – ઓબ્લિક લેટરલ લમ્બર ઇન્ટરબોડી ફ્યુઝન-એન્ડોસ્કોપિક (દૂરબીન વડે) સ્પાઇન ફિક્સેશન માટે અતિ આધુનિક સારવાર કરાઇ. આ અદ્યતન ટેકનોલોજી કે જે અમેરિકા જેવા દેશો માં થતી સારવાર છે અને એન્ડોસ્કોપિક ફ્યુઝન સ્પાઇન સર્જરિ તરીકે ઓળખાય છે. આ સારવાર માં આખા મણકા ખોલ્યા વગર માત્ર દૂરબીન વડે જ ફિક્સેશન કરવામાં આવે છે જેનાથી ઓછા માં ઓછો ચેકો, લોહી નું નહિવત નુકસાન, દર્દી નો દાખલ રહેવા નો સમય ખૂબ જ ઓછો, માસ પેશી ઓ ને ઓછા માં ઓછું નુકસાન તેમજ સારવાર બાદ નહિવત દુખાવો જેવા ફાયદા છે.ભાવનગર પેઈન એન્ડ સ્પાઇન સેન્ટર એ શહેર ની સૌ પ્રથમ સુપરસ્પેશિયાલીટી પેઈન એન્ડ સ્પાઇન હોસ્પિટલ છે જ્યાં તમામ દુખાવા ની સારવાર મિનિમલ ઇન્વેસિવ (કાપકૂપ વગર) પદ્ધતિ થી કરવામાં આવેલ છે. ઓલિફ-OLLIF સારવાર ઝાયડસ હોસ્પિટલ ના ખ્યાતનામ તબીબ ડૉ. યક્ષ સોમપુરા (દૂરબીન સારવાર ના નિષ્ણાંત ) તેમજ ડો. હેતલ લીંબાણી (પેઇન અને સ્પાઇન ફિઝિશિયન) ના સહિયારા પ્રયાસો થી સફળતા પૂર્વક કરવામાં આવી .
